કાઈ-વર્ગ કસોટી

કાઈ-વર્ગ કસોટી કાઈ-વર્ગની સંકલ્પના :- કાઈ-વર્ગની સંકલ્પના ઈ.સ. 1900માં કાર્લ પીયર્સને આપી. કાઈ-વર્ગ એ ઉત્કલ્પના હકીકતથી કેવી વિચલીત છે તે દર્શાવતો આંક છે જ્યારે આપેલી માહિતી આવૃત્તિ સ્વરુપે હોય ત્યારે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી માટે કાઈ-વર્ગ કસોટી ખૂબ જ ઉપયોગી બને છે. સામાન્ય રીતે શૈક્ષણિક અને સામાજિક પ્રશ્નોના ઉત્તરો મેળવતી વખતે માહિતી આવૃત્તિના સ્વરુપમાં મળતી હોય છે. તેથી કાઈ-વર્ગ કસોટી, આવા પ્રશ્નોનાનાં ઉત્તરો ખૂબ જ સરળતાથી આપી શકે છે. આમ કાઈ-વર્ગ કસોટીએ, પ્રયોગ દ્ધારા મળેલાં પરિણામો, અપેક્ષિત પરિણામ સાથે તુલના કરવાનું સાધન છે. કાઈ-વર્ગની કસોટીની વ્યાખ્યા :- કોઈજ પણ પ્રયોગમાં નિરીક્ષીત (મળેલી) આવૃત્તિ તથા કોઈ સિદ્ધાંતને આધારે નક્કી કરેલી આવૃત્તિ વચ્ચે કોઈ સાર્થક તફા...