ચિહ્ન કસોટી


ચિહ્ન કસોટી

ચિહ્ન કસોટી :-
                  બે સહસંબંધિત જૂથની તુલના કરવા માટે ચિહ્ન કસોટીનો ઉપયોગ થાય છે. ચિહ્ન પરીક્ષણ માટે બે સમકક્ષ જૂથ જોડકાં પદ્ધતિ દ્ધારા મેળવવામાં આવે છે. બે જોડકાંમાંની એક વ્યક્તિ અમુક બાબતોમાં બીજી વ્યક્તિ કરતાં ચઢિયાતી છે કે નહિ તે જ માત્ર દર્શાવ્યું હોય અને પ્રાપ્તાંકમાં દર્શાવ્યું ન હોય ત્યારે આ કસોટી ઉપયોગી છે.
                    કેટલાક ચલોમાં જેવા કે બુદ્ધિ, શૈક્ષણિક લાયકાત, જાતિ, ઉંમર જેવા ગુણધર્મોને આધારે સમકક્ષ જોડ બનાવવામાં આવે છે.આ જોડીઓએ મેળવેલા પ્રાપ્તાંકોને આધારે  પ્રત્યેક સમકક્ષ જોડ માટેનો તફાવત ધન કે રુણ છે તે માત્ર + કે - ના ચિહ્ન દ્ધારા દર્શાવવામાં આવે છે.
                                 ચિહ્ન કસોટીની ઉત્કલ્પના એવી હોય છે કે + ચિહ્ન અને - ચિહ્ન હોવાની સંભાવના સમાન છે તેવું ધારવામા઼ આવે છે. આથી સાર્થકતાકક્ષાની સંભવની કિંમત દ્ધિપદી વિતરણ દ્ધારા નક્કી કરવામાં આવે છે.
                                જ્યારે N ≥ 25 હોય ત્યારે આ પદ્ધતિમાં X2 કાઈ-વર્ગ કસોટીનો ઉપયોગ કરીને પણ સાર્થકતા નક્કી થઈ શકે છે.
                     ચિહ્ન કસોટીની સાર્થકતા સારણી- H પરથી પણ નક્કી થઈ શકે છે. તે માટે કુલ ચિહ્નોની સંખ્યા N ગણીને તેને પ્રથમ ઉભા સ્તંભમાં સારણીમાં -Y તથા પ્રથમ આડી હારમાં પણ ચિહ્નોની સંખ્યા - X સંભવની કિંમત મળે છે.
                         ચિહ્ન કસોટીમાં એક પદ્ધતિ બીજી પદ્ધતિ કરતાં ચઢિયાતી છે કે કેમ ? કે એક જૂથ બીજા જૂથ કરતાં ચઢિયાતું છે કે કેમ તેવું ચકાસવા એક પુચ્છી કસોટી બને છે પરંતુ તાલીમની અસર ન હોય અને સરખામણી કરવાની હોય તો દ્ધિપુચ્છી કસોટી દ્ધારા પણ સરખામણી થતી હોય છે. આમ, ચિહ્ન કસોટીમાં એક પુચ્છી કે દ્ધિપુચ્છી કસોટી બને છે તે ધ્યાનમાં લઈ સાર્થકતા નક્કી કરવી જોઈએ.
                                 ચિહ્ન કસોટીમાં એક જૂથ બીજા જૂથથી ચઢિયાતું હોય તો (l-ll) લેવું પરંતુ બીજુ જૂથ પ્રથમ જૂથ કરતાં ચઢિયાતું હોય તો (ll-l) લેવું જરુરી આમાં તફાવત કયા ક્રમમાં લેવાય છે તે ખૂબ જ મહત્ત્વનું છે તેને આધારે જ નિર્ણય થતો હોય છે તે ધ્યાનમાં રાખવું આવશ્યક છે.

* X2 ને બદલે ઝડપીથી ગણતરી કરવા માટે Z પ્રાપ્તાંકનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે N ની કિંમત 25 થી વધારે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય છે.
         

                 
       

Comments

Popular posts from this blog

પૂર્વ સેવાકાલીન શિક્ષક - પ્રશિક્ષણ

કાઈ-વર્ગ કસોટી

સેવાકાલીન શિક્ષણ- પ્રશિક્ષણનું મહત્ત્વ